જૂના વડોદરા રાજ્યમાં સને-1910 ની સાલમાં આ બૅંક ‘ધી અમરેલી ખેતીવાડી પેઢી લી. ના નામથી રચાઇ હતી. સને -1950 માં મુંબઈ રાજ્યના સહકારી કાયદા અન્વયે બૅંક તરીકેનું રજીસ્ટ્રેશન તા.23-08-1950 ના રોજ રજિ. નંબર-19170/2 થી થયેલ હતું અને ‘અમરેલી જિલ્લા મધ્યસ્થ સહકારી બૅંક લિમિટેડ’ ના નામથી બૅંક તરીકેની કામગીરી શરૂ કરવામાં આવેલ હતી. ત્યારબાદ સને.1960 ના વર્ષમાં ગુજરાત રાજ્યની અલગ સ્થાપના થતાં સને.1961 ના સહકારી કાયદા અન્વયે આ બૅન્કે જિલ્લા બૅંક તરીકેની કામગીરી શરૂ કરેલ હતી.
સને.1950 થી બેન્ક તરીકેની કામગીરી શરૂ કર્યા બાદ છેલ્લા 64 વર્ષથી આ બેન્કનો ઓડિટ વર્ગ સતત ‘અ’ જ રહેલ છે. જે આ બેન્કની એક સુવર્ણ અંકિત સિદ્ધિ છે. આ બેન્કે લાંબી મંજિલ કાપી સહકારી પ્રવૃતિમાં આમૂલ પરિવર્તન લાવી બેન્કના માજી પ્રમુખ માન. સ્વ. શ્રી દ્વારકાદાસભાઈ પટેલ દ્વારા બેન્કનું એક વૃક્ષના રુપમાં જતાં કરેલ તેને માન. પ્રમુખ શ્રી દિલીપભાઇ સંઘાણીએ એક વટવૃક્ષની જેમ વિકસાવી પ્રગતિના પંથે લઈ ગયેલ છે.
નાબાર્ડ દ્વારા 1999-2000 ના વર્ષ માટેનો બેસ્ટ પર્ફોમન્સ એવાર્ડ મળેલ છે. ગુજરાત સ્ટેટ કો ઓપેરાટિવ બેન્ક લિમિટેડ દ્વારા સારી રિકવરી અંગેના વખતોવખત ઇનામો મળેલ છે. સને.2006-07 ના વર્ષમાં SGSY યોજના તળે ‘બેસ્ટ બેન્કર’ નો DRDA મારફત એવાર્ડ મળેલ છે.
આ બેન્ક ગુજરાત સ્ટેટ કો ઓપેરાટિવ સોસાયટીજ એક્ટ 1961 ના કાયદા કાનૂન અને રિજર્વ બેન્ક ઓફ ઈન્ડિયા તેમજ નાબાર્ડની ગાઈડલાઇન મુજબ કામગીરી કરી રહેલ છે. બેન્કનું બોર્ડ ઓફ ડાયરેક્ટર 25 સભ્યોનું બનેલ છે. જિલ્લામાં બેન્કની જુદી જુદી 71 શાખાઓ આવેલ છે જે પૈકી મોત ભાગની શાખાઓ ગ્રામ્ય લેવલે આવેલ છે.
અમરેલી જિલ્લા મધ્યસ્થ સહકારી બેન્ક લિમિટેડનો ઉદેશ્ય ગ્રામ્ય સ્તરે બૅન્કિંગ સેવાઓ પૂરી પાડવી તેમજ અમરેલી જિલ્લાના ખેડૂતોને સસ્તા દરે પાક ધિરાણ પૂરું પાડવાનો છે. બેન્ક દ્વારા ધિરાણની સાથેસાથે સભાષાદોને આકસ્મિક મૃત્યુ સામે રુ.200000/- નું વીમા કવચ પૂરું પાડવામાં આવે છે. બેન્ક અમરેલી જિલ્લાના ખેડૂતોનો સામાજિક તથા આર્થિક વિકાસ થાય તેવો પ્રયાસ કરી ભારતના કૃષિ વિકાસ દરમાં વૃદ્ધિમાં સહભાગી બનવાનો પ્રયાસ કરી રહેલ છે.
ગ્રામ્ય ગરીબીના નિવારણ માટે તેમજ વિવિધ પ્રકારના શોષણમાંથી ખેડૂતોને ઉગારવા સહકારી ક્ષેત્રએ નબળાની ઢાલ બની તેમાં શક્તિ અને સામર્થ્ય વ્યકત કર્યો છે. ખેડૂતો અને ગ્રામ્ય કારીગરોના ઉત્કર્ષ માટે તેમજ હાડમારીઓને નિવારવા આજના યુગમાં સહકારી ક્ષેત્રની વધુ ભાગીદારી છે. કેમકે આજે આપણા વિવિધ વર્ગોની જરૂરિયાતોમાં વૈવિધ્યતાની સાથે વૃદ્ધિ થવા પામેલ છે. આ બેન્ક સાથે સંયોજિત ધિરાણ સહકારી મંડળીઓએ ખેડૂતોને દેવદારીના બોજામાંથી મુકત કર્યા છે અને સાથે સાથે આધુનિક વિજ્ઞાનિક પધ્ધતી ખેતી કર્યા કરવા માટે જરૂરી નાણાકીય સગવડો તેમજ સુધારેલ બિયરણો, સુધારેલ ઓજારો, રાસાયણિક ખાતર, જંતુનાશક દવાઓ વિગેરે ઘર અનગને ઉપલબ્ધ થઈ રહે તેવી સવલતો ઊભી કરી આપી છે. જિલ્લાના દૂરના છેવાડાના પછાત વિસ્તારો સુધી આ બેન્કની ધીરાણની પ્રવૃતિઓ વિસ્તારી છે.
પાક ધિરાણ મંજૂર કરવા બ્રાન્ચ મેનેજરને અધિકાર આપવામાં આવેલ હોવાથી ખેડૂતોને ત્વરિત ધિરાણ મળી શકે છે.
બેંકમાંથી ડિપોજિત ખાતાઓ કે ધિરાણ ખાતાઓ ઉપર અન્ય બેન્કો દ્વારા વસૂલવામાં આવતા ચરગેસ જેવા કે ડૉરમેટ ચાર્જ, લોન પ્રોસેસિંગ ચાર્જ, લોન સુપરવિજન ફી કે અન્ય પ્રકારના કોઈ ચાર્જ લેવામાં આવતા નથી. બેન્ક તરફથી મંડળીઓ પાસેથી ઇન્સ્પેક્શન ફી લેવામાં આવતી નથી.
ગુજરાતમાં એકમાત્ર આ બેંકમાં મંડળીના સભાષાદ ખેડૂત ખાતેદારોના પાક ધિરાણ વ્યકતિગત લોન અકાઉંટ રાખવામાં આવે છે.
ભારત સરકારની ખેડૂતોને 7% ના વ્યાજ દરે પાક ધિરાણ પૂરું પાડવાની યોજના અંતર્ગત બૅન્કમાં 7% ના વ્યાજ દરે ખેડૂતોને પાક ધિરાણ પૂરું પાડવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત પાકતી તારીખ સુધીમાં ધિરાણની રકમ ભરપાઈ કરી આપે તેવા ખેડૂતોને 3% વ્યાજ વળતર આપવામાં આવે છે.
અમરેલી જિલ્લા 210000 ખેડૂતો પૈકી 80000 ખેડૂતો આ બેન્ક સાથે પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે સહકારી મંડળીઓ દ્વારા જોડાયેલ છે.
બેન્કની તમામ શાખાઓ 2013 થી કોર બૅન્કિંગ સોલ્યુસન પ્લૅટએફોર્મ ઉપર કાર્ય કરી રહેલ છે. જેનાથી બેન્કના ગ્રાહકો નીચે મુજબની બૅન્કિંગ સેવાઓનો લાભ લઈ રહેલ છે.
1. Inter Branch Transaction: બેન્કની એક શાખાનો ગ્રાહક બેન્કની બીજી શાખામાંથી બેન્કિંગ સેવાનો લાભ મેળવી શકશે.
2. SMS Alert/Missed Call Alert
૩. RTGS/NEFT/IMPS/UPI
4. રુપે ડેબિટ કાર્ડ / રુપે કિસાન કાર્ડની સુવિધા
5 મોબાઈલ બૅન્કિંગ તથા ઇન્ટરનેટ બૅન્કિંગ સુવિધા
6. ડાઇરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર: બચત ખાતા સાથે આધાર કાર્ડ લિન્ક કરવી તમામ પ્રકારની સબીસીડી તથા સ્કોલરશીપ સીધી જ આપના અકકોઉન્ટમાં મેળવો.
7. પ્રધાન મંત્રી જીવન જ્યોતિ વીમા યોજના અન્વયે રુ.436/- માં રુ.2.00 લાખની જીવન વીમા યોજના
8. પ્રધાન મંત્રી સુરક્ષા વીમા યોજના અન્વયે રુ.20/- માં રુ.2.00 લાખની આકસ્મિક વીમા યોજના
9. અટલ પેન્શન યોજના